અમદાવાદ
ભાજપ સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવામાં નિષ્ફળ: ઇસુદાન ગઢવી
Published
1 year agoon

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ અમદાવાદના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓ જાણી.
ભાજપ સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવામાં નિષ્ફળ: ઇસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં પૂરના કારણે થયેલી તબાહી માટે જવાબદાર કોણ?: ઇસુદાન ગઢવી
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપ સરકાર દ્વારા ખૂબ જ નિરાશાજનક કામગીરી ચાલી રહી છેઃ ઇસુદાન ગઢવી
ભાજપ સરકારની અરાજકતા ને કારણે આજે સમગ્ર ગુજરાતમાં જનજીવન ખોરવાઈ ગયુંઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ લાંભા વોર્ડની લીધી મુલાકાત-પાણી હજુ ઉતર્યા નથી
અમદાવાદ માં ભારે વરસાદ ને લીધે થયેલા નુકશાન ના પગલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ અસરગ્રસ્ત વિસ્તારો ની મુલાકાત લીધી! આમ જનતા ની તકલીફો જાણી! જનતા એ ભ્રષ્ટ ભાજપ દર વર્ષે ડુબાડે છે એવો રોષ પણ વ્યક્ત કર્યો.
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ અમદાવાદના નારોલ વિસ્તાર ના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે રંગોલી નગરના લોકો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ફરી એકવાર ભ્રષ્ટ ભાજપની પોલ ખુલ્લી ગઈ છે. પ્રિ-મોન્સુનના નામે સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારે એક પણ કામ કર્યું નથી, તે આજે સાબિત થઈ રહ્યું છે. રવિવારના વરસાદમાં સમગ્ર ગુજરાતમાં સ્થિતિ વણસી ગઈ હતી અને શહેર થી લઈને ગામડા સુધી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.
આજે ગુજરાતમાં અનેક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. ખેડૂતો પરેશાન છે, લોકો કામ પર જઈ શકતા નથી, બાળકોની શાળાઓ બંધ છે, લોકોના ધંધા-રોજગાર મુશ્કેલીમાં છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર હજુ ઊંઘમાં છે. જે રીતે સ્થિતિ બગડી રહી હતી તે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકારે વરસાદ અને પૂરની સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ વ્યવસ્થા કરી નથી. આજે ગુજરાતમાં સેંકડો પરિવારો પાસે ખાવા માટે અનાજ નથી અને હવે લોકોને સરકાર પાસેથી કોઈ આશા નથી કારણ કે ગુજરાતની જનતા વર્ષોથી આ રીતે ભાજપની અરાજકતા થી વાકેફ છે.
ભાજપે વિકાસના નામે માત્ર પ્રચાર જ કર્યો છે, પરંતુ પ્રચાર માટે નીકળેલા રથ પણ અનેક જગ્યાએ પાણીમાં અટવાયા છે. વિકાસ યાત્રા અને વિકાસ રથમાં ખર્ચવા માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ લોકોને પૂરથી બચાવવા માટે સરકાર પાસે ન તો પૈસા છે કે ન કોઈ વ્યવસ્થા. ભાજપ હંમેશા જનતાના પૈસા થી ખોટા પ્રચારમાં વ્યસ્ત રહે છે. જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે.
દક્ષિણ ગુજરાતના રાજ્યોમાં સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે. વલસાડ જિલ્લામાં લોકોને મોટાપાયે નુકસાન થયું છે, પરંતુ વલસાડ ના લોકો માટે સરકાર દ્વારા કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા ભાજપે પોતાની રાજ્યની બેઠકમાં કરેલી ફાઈવ સ્ટાર વ્યવસ્થા જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ભાજપને માત્ર ચૂંટણી અને સત્તાની ચિંતા છે. ગુજરાતની જનતા આ વખતે ભાજપને માફ કરવાની નથી. ભ્રષ્ટ ભાજપના કારણે આ વખતે જનતાને અબજોનું નુકસાન થયું છે, ટૂંક સમયમાં જનતા તેમની સામે અવાજ ઉઠાવશે.
અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરો રાજ્ય ને આર્થિક રીતે મજબૂત કરે છે, પરંતુ આજે વરસાદના કારણે આ તમામ મોટા શહેરોની કમર તૂટી ગઈ છે. આજે મોટા રાજમાર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે, ઘણી જગ્યાએ તો આખા વાહનો ખાડાઓમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા સ્થળોએ તૂટેલા રસ્તાઓ ને કારણે ગુજરાતના લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પરંતુ બહેરી અને મૂંગી ભ્રષ્ટ ભાજપ સરકાર ને આ બધું દેખાતું નથી, કારણ કે ભાજપે ક્યારેય લોકોની સમસ્યાઓ સાંભળી નથી. આજે માત્ર આમ આદમી પાર્ટી છે જે લોકો ના દુઃખમાં સહભાગી બની રહી છે, આ જ આમ આદમી પાર્ટી ની વિચારધારા છે.
You may like
-
રાજય સરકાર કેમ છે મજબુર અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવા માટે ?
-
આમ આદમી પાર્ટીએ શેના પર ચિંતન કર્યું?
-
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ખંભાળિયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે કેમ પહોંચ્યા
-
આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદેદારોમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી?
-
અરવિંદ કેજરીવાલે આપના એમ એલ એ ને શું ટાસ્ક આપ્યો ?
-
ભાજપની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર શિપ નીતિ સામે વિપક્ષ ના નેતા શહેઝાદખાન પઠાણે સાધ્યું નિશાન

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ
Published
9 months agoon
March 5, 2023
રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?
Published
9 months agoon
March 5, 2023
રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું

બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
Trending
-
અમદાવાદ2 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ2 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ2 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત2 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા2 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર2 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ2 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ2 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ