By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક
Uncategorizedગાંધીનગરગુજરાતરાજકારણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક

Web Editor Panchat
Last updated: October 7, 2022 12:26 pm
Web Editor Panchat Published October 7, 2022
Share
SHARE

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠક

કેન્દ્રીય કૃષિ મંત્રી રસાયણ – ખાતર અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘બેક ટુ બેઝિક’ના આહવાનને ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે

૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢી લાખ કિસાનો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે

આઇ-ખેડૂત પોર્ટલ-કિસાન સારથી પ્લેટફોર્મ-ઇ નામ પોર્ટલ જેવા આયામોથી કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીને ગુજરાતે મહત્વ આપ્યુ છે

રાજ્યમાં ખેડૂતના ડેટા સાથે લેન્ડ સિડીંગની કામગીરી મહદઅંશે પૂર્ણ થઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા બેક ટુ બેઝિક ના કરેલા આહવાનને ગુજરાતે ઝૂંબેશ રૂપે ઉપાડયું છે

.
રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં ર.પ૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા હોવાનો અંદાજ છે એમ પણ તેમણે જણાવ્યું હતું
દેશમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની સમીક્ષા બેઠક કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાઇ હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તથા રસાયણ-ખાતર અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતીમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, ત્રિપુરા સહિત દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સતત માર્ગદર્શન આપતા રહ્યા છે.
રાજ્યની ૧૩ હજાર જેટલી ગ્રામ પંચાયતોના સાડા ચાર લાખ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમ આપવામાં આવી છે. એટલું જ નહિ, આદિજાતિ જિલ્લો ડાંગ ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના ઉત્પાદનોના વેચાણ માટે દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટીવ મોડેલ વિકસાવવાની પહેલ કરી છે.
કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના ડેટા સાથે લેન્ડ સિડીંગની ૯૩ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ છે.
આ ઉપરાંત, આઇ ખેડૂત પોર્ટલ, કિસાન સારથી પ્લેટફોર્મ અને ઇ-નામ પોર્ટલ જેવી ટેક્નોલોજીથી રાજ્યના ધરતીપુત્રોને ટેક્નોલોજીના ઉપયોગ તરફ પ્રેરિત કર્યા છે. ખેતરોમાં ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે તેની વિગતો તેમણે આપી હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી તેમજ કૃષિ નિયામક સોલંકી વગેરે આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:amit shahbhupendra patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?