By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > રાજકારણ > જુનાગઢ > વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાતજુનાગઢજુનાગઢરાજકારણ

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !

Web Editor Panchat
Last updated: June 17, 2025 3:23 pm
Web Editor Panchat Published June 17, 2025
Share
SHARE

વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

હારનો ડર જોઈને ભાજપ હવે દારૂની પેટીઓ અને નોટોના બંડલ ઉતારવાની તૈયારીમાં: ઈસુદાન ગઢવી

AAP ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને બદનામ કરવા માટે ભાજપે ફેક પત્રિકાઓ ફેલાવી: ઈસુદાન ગઢવી

અગાઉ પણ ભાજપે ગોપાલ ઇટાલીયાને બદનામ કરવા ખોટા વિડીયો બનાવ્યા અને અનેક ષડયંત્રો રચ્યા: ઈસુદાન ગઢવી

વિસાવદરની જનતા ભાજપની ચાલને સમજી ગઈ છે, ભાજપના ષડયંત્રમાં કોઈ લોકો ફસાશે નહીં: ચૈતર વસાવા

ભાજપના નેતાઓ પોતાના બૂથ પ્રમુખોને ગોલમાલ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે: ચૈતર વસાવા

જનતાનું સંપૂર્ણ સમર્થન ગોપાલ ઇટાલીયાને, જીત નિશ્ચિત: ઈસુદાન ગઢવી

ચૂંટણીમાં ગોલમાલ રોકવા આમ આદમી પાર્ટીએ 40 ટીમ બનાવી: ઈસુદાન ગઢવી

ભાજપે સાધુ સંતો અને કલાકારોને હથિયારની જેમ ઉપયોગ કર્યા પરંતુ વિસાવદર ભેસાણની જનતા કોઈની વાતોમાં આવી નથી: ચૈતર વસાવા

પોલીસ અને ચૂંટણી તંત્રને અમારી રજૂઆત, તમામ અધિકારીઓને બોડી કેમેરા સાથે ઉભા રાખવામાં આવે: ચૈતર વસાવા

કોઈપણ જગ્યા પર દારૂની હેરાફેરી કે પૈસાની લે વેચ થશે તો આમ આદમી પાર્ટીની ટીમ તેના વિડીયો રેકોર્ડિંગ કરી લેશે: ઈસુદાન ગઢવી

ડીજીપી અને ચૂંટણી પંચને અપીલ કે દારૂની હેરફેર અને પૈસાની લે વેચને રોકવા માટે કડક બંદોબસ્ત બનાવે: ઈસુદાન ગઢવી

ખેડૂતો માટે કેશુબાપાના જે સપના હતા તે સપનાઓને ગોપાલ ઇટાલીયા પૂરા કરશે: ચૈતર વસાવા

અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિસાવદર ચૂંટણી મુદ્દે એક મોટો ખુલાસો કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ખૂબ જ મોટી લીડ સાથે જીતી રહ્યા છે જેના કારણે ભાજપ બૌખલાઈ ગઈ છે. હવે ગઈકાલે મને જાણવા મળ્યું કે ભાજપ ઘણા ગામોમાં દારૂની પેટીઓ અને નોટો બંડલ ઉતારવાની તૈયારીમાં છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપને ખ્યાલ આવી ગયો છે કે તેઓ હારી રહ્યા છે. આ અગાઉ પણ તેઓએ ગોપાલભાઈને બદનામ કરવા તેમના વિશે જૂઠ ફેલાવ્યું તેમના ખોટા વિડીયો બનાવ્યા અને ગોપાલભાઈ વિરુદ્ધ ષડયંત્ર રચ્યા. પરંતુ ભાજપની આવી કોઈ પણ ચાલ સફળ થઈ નહીં અને જનતા સામેથી ભાજપને કહી રહી છે કે આવા ષડયંત્ર કરવાની જગ્યાએ તમે કામ કરો અને કામના નામ પર વોટ માંગો. આજે ગામના લોકો મંત્રી લેવલના નેતાઓને ગામમાં ઘૂસવા નથી દેતા તેવી સ્થિતિ પેદા થઈ છે.

હવે ભાજપે AAP ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાને બદનામ કરવા માટે તેમના જુઠ્ઠાણાઓ ફેલાવતી પત્રિકાઓ ફેલાવી છે. આ મામલે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું અને જે પણ ગુનેગારો હશે એને જેલના સળિયા પાછળ નાખી છે. બીજું ભાજપ પૈસા અને દારૂ ઉતારવાની તૈયારીમાં છે તો હું ચૂંટણી પંચ અને DGPને વિનંતી કરીશ કે આવી કોઈપણ ગતિવિધિઓ થાય તો તેને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે આ માટે કડકમાં કડક બંદોબસ્ત રાખવામાં આવે તેવી અમારી માંગ છે. આવી ઘટનાઓને રોકવા માટે આમ આદમી પાર્ટીએ 40 ટીમ બનાવી છે. તો કોઈપણ જગ્યાએ કોઈ પણ ભાજપનો કાર્યકર્તા પણ દારૂ આપતો હશે કે પૈસા આપતો હશે કે કોઈ પણ પ્રકારની હેરાફેરી કરતો હશે તો અમારી ટીમ દ્વારા તેનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. અમે વાત સાંભળી છે કે ચૂંટણીની આગલી રાત્રે પણ ભાજપના નેતાઓ રૂપિયા વહેંચવાના છે.

હું વિસાવદરની જનતાને અપીલ કરવા માંગુ છું કે ભાજપ હવે કોઈપણ પ્રકારના લોભ લાલચ આપે કે સોશિયલ મીડિયા પર જૂઠ ફેલાવે કે પત્રિકાઓ ફેલાવીને જૂઠ ફેલાવે પરંતુ હવે વિસાવદરના કોઈપણ લોકો ભાજપની વાતોમાં આવી નહીં અને ભાજપ પર વિશ્વાસ કરશે નહીં. ભાજપની આ જુની આદતો છે ભાજપ જ્યારે પણ ચૂંટણી હારી છે ત્યારે આવી આદતોને અપનાવે છે. ભાજપના કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે ભાજપ તમારા મુદ્દાઓ નથી સાંભળી રહી માટે તમે પણ હવે ભાજપને વોટ આપતા નહીં. મને વિસાવદરની જનતા પર પૂરો વિશ્વાસ છે કે તેઓ ભાજપના કોઈપણ ષડયંત્રમાં ફસાશે નહીં. વિસાવદરના લોકોને ગોપાલ ઇટાલીયા જેવા જબરદસ્ત નીડર અને ઈમાનદાર ઉમેદવાર મળ્યા છે તો હવે તેમને જીતાડવા માટે 19 તારીખે મોટી સંખ્યામાં મતદાન કરીને તેમને વિજય બનાવો. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે અને ભલે વિસાવદરના લોકોને વાવણી પણ કરવાની હોય પરંતુ ભવિષ્યની વાવણી માટે આ ચૂંટણી ખૂબ જ જરૂરી છે. તો મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલીયાનું એક નંબરનું ઝાડુંનું બટન દબાવો અને તમે આખા ગુજરાતના ખેડૂતો, મજૂરો, દલિતો, આદિવાસીઓ અને જે જે લોકો પર ભાજપ અત્યાચાર કરી રહી છે તે તમામનો અવાજ બનો. અને મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલીયાની જીત નિશ્ચિત છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હવે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ પૈસા, પાવર, દારૂ, જોડ તોડ જેવી તમામ રાજનીતિ કરી રહી છે. ભાજપના નેતાઓ તેમના બૂથ પ્રમુખોને પ્રોત્સાહિત કરી રહ્યા છે કે જેટલું પણ ખોટું કરવું હોય કરી શકો છો કારણ કે પોલીસ અને તંત્ર ભાજપ પાસે છે. આવી પરિસ્થિતિમાં અમે પોલીસ અને ચૂંટણી તંત્રને રજૂઆત કરવા માંગીએ છીએ કે તમામ અધિકારીઓને બોડી કેમેરા સાથે ઉભા રાખવામાં આવે. હું જનતાને પણ અપીલ કરવા માંગીશ કે 19 તારીખે સવારે વહેલા 07:00 વાગ્યાથી વોટ આપવાનું શરૂ કરી દો જેના કારણે બોગસ વોટીંગને પણ અટકાવી શકાય. અમે ચૂંટણી પ્રચાર માટે આ વિસ્તારમાં ફરીએ છીએ ત્યારે અમારા આગેવાનોએ અમને જણાવ્યું છે કે ઘણા વિસ્તારોમાં દારૂની ગાડીઓ આવીને પણ ઉતરી ગઈ છે. તો આવનારા સમયમાં પુરાવા સાથે આ બાબતે અમે ખુલાસો કરીશું.

ગોપાલ ઇટાલીયા એક એવા નેતા છે જે ફક્ત વિસાવદરના નહીં પરંતુ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના મજબૂત નેતા બનશે અને વિધાનસભામાં મજબૂત વિપક્ષના નેતાની ભૂમિકાની ફાવશે. ગોપાલ ઇટાલીયા વિસાવદરની સાથે સાથે સમગ્ર ગુજરાતનો અવાજ બનશે. માટે જનતાને વિનંતી છે કે કોઈપણ પ્રકારની લોભ લાલચમાં કે ડરમાં આવ્યા વગર આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને વોટ આપો. જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કિરીટ પટેલ જોઈએ છે કે ગોપાલ ઇટાલીયા. એક બાજુ ભાજપનું અભિમાન છે અને બીજી બાજુ વિસાવદરની જનતાનું સ્વાભિમાન છે. અમે વિસાવદર ભેસાણની જનતાને વધુ એક અપીલ કરવા માંગીએ છીએ કે કોંગ્રેસ આ ચૂંટણીમાં ક્યાંય પણ નથી માટે કોંગ્રેસને મત આપીને પોતાનો મત બગાડશો નહીં.

કેશુબાપા ફક્ત વિસાવદરના નહીં પરંતુ સમગ્ર ગુજરાતના નેતા હતા અને તેમની સાથે ભાજપે કેવો વ્યવહાર કર્યો તે આજે તમામ લોકો જાણે છે. જનતા માટે અને ખાસ કરીને ખેડૂતો માટે કેશુબાપાના જે સપના હતા તે સપનાઓને લઈને જ આજે ગોપાલ ઇટાલીયા આગળ વધી રહ્યા છે અને ખેડૂતો માટેના કેશુબાપાના જે સપનાઓ હતા તે સપનાઓને ગોપાલ ઇટાલીયા પૂરા કરશે. આ માટે વિસાવદર ભેસાણ ગ્રામ્યની જનતાને અપીલ છે કે ગોપાલ ઇટાલીયાને જંગી બહુમતીથી વિજય બનાવી અને વિધાનસભામાં પહોંચાડો. ભાજપ તમામ મોરચે નિષ્ફળ ગઈ છે માટે તેઓએ સાધુ-સંતોને અને કલાકારોને હથિયારના રૂપમાં ઉપયોગ કર્યો છે પરંતુ વિસાવદર ભેસાણાની જનતા તેમાં પણ ફસાઈ નથી. હવે આ લોકો અમારા કાર્યકર્તાઓને પણ પૈસાની લાલચ આપીને વિડીયો બનાવવા માટે પ્રેરિત કરશે પરંતુ અમે જનતાને કહેવા માગીએ છીએ કે આ ભાજપની સ્ટ્રેટેજી છે અને તેઓ આ જ રીતે જનતાને ગુમરાહ કરવા માંગે છે. હજુ પણ ભાજપના લોકો ગોપાલ ઇટાલીયાના એડિટ કરેલા વિડિયો મૂકી શકે છે.પરંતુ વિસાવદરની જનતા હવે ભાજપને ઓળખી ગઈ છે અને આવા કોઈપણ ષડયંત્રમાં જનતા ફસાશે નહીં તેઓ અમને વિશ્વાસ છે.

વિસાવદરની પેટાચૂંટણીમાં આવ્યો નવો વળાંક

આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા રૂ. 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા

ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ

વિસાવદરની સાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ

આપના વિસાવદર તાલુકા મહામંત્રીને રૂ. 2 લાખ આપી ખરીદવાનો કર્યો પ્રયાસ

ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા

You Might Also Like

સ્વ વિજય રુપાણીનો પાર્થિવ દેહ રાજકીય સન્માન સાથે પંચ મહાભૂતોમાં વિલીન

અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના સ્વજનોને અત્યાર સુધીમાં કુલ 76 પાર્થિવ દેહો સોંપવામાં આવ્યાં

ભારે વરસાદના કારણે ફસાયેલા તલગાજરડાની શાળાના 38 બાળકોનો સરકારના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત મદદથી બચાવ થયો

પાણી પુરવઠાની સાઇટ પર ફસાયેલા ૨૪ નાગરિકોને પીપાવાવ કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી વિકટર ગામની શાળા ખાતે સલામત રીતે ખસેડવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

TAGGED:AAPGujaratBJPbyelectionchaitarvasavaCongresselectioncomissionGOPALITALIYAisudangadhaviisudangadhvivisavadar
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?