પાલીતાણા ગિરિરાજ શેત્રુજયની સુરક્ષા ને લઇ સરકારે કયો મોટો નિર્ણય લીધો ?
સમગ્ર ગુજરાતમાં પાલીતાણા ગિરિરાજ શેત્રુજયની સુરક્ષા ને લઇ જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના રાજય સરકારમાં ઘેરા પડઘા પડ્યા હતા..ત્યારે રાજય સરકારના ગૃહ વિભાગની સૂચના બાદ ભાવનગર જિલ્લા વડા હરકતમાં આવ્યા છે..તેઓએ પાલીતાણા ગિરિરાજ શેત્રુજ્યની સુરક્ષા માટે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે.જેમાં એક પી એસ આઈ ,2 એ એસ આઈ ,3 હેડ કોન્સ્ટેબલ ,12 કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છેતેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 5 ટ્રાફિક પોલીસ અને 5 મહિલા હોમ ગાર્ડ્સ ઉપરાંત 8 ટી આર બી ના જવાનોને તૈનાત કરવામાં આવશે.આ તમામ પોલીસ સ્ટાફ પર્વતની અને યાત્રીઓની સલામતી સહીત વિવિધ પ્રકારની કામગીરી સંભાળશે