માલાધારી યુવકોએ ઇચ્ચા મૃત્યુની કેમ કરી માંગ !
ગુજરાતમાં હવે માલધારી સમાજ ગુજરાત સરકાર સામે વિરોધ કરવા માટે મૈદાનમાં ઉતર્યો છે
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં માલધારી સમાજે જે આવેદન પત્ર આપ્યુ જેમાં ઇચ્છા મૃત્યુની મંજુરી આપવા માટે માંગ કરી છે
ઉલ્લેખનિય છે કે રાજ્યની ભાજપ સરકાર શહેરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ ફરજિયાત બનાવવાનો કાયદો લાવવા જઇ રહી છે
ત્યારે આ બબાતને લઇને માલધારી સમાજમાં હવે ઉગ્ર વિરોધ શરુ થયો છે
ગુજરાતમાં શહેરોમાં પશુઓ રાખવુ હશે તો લાયસંસ લેવાની જરુર પડશે, ત્યારે શહેરોમાં વસતો માલધારી સમાજ હવે આ કાયદો આવે
તેની પહેલા રસ્તા ઉપર ઉતરીને વિરોધ શરુ કરી દીધો છે,,
અમદાવાદના અપક્ષ કાઉન્સિલર કાળુ ભાઇ ભરવાડની માનીએ તો આનાથી માલધારી સમાજને દબાવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે
ત્યાર સમગ્ર રાજ્યમાં માલધારી સમાજના યુવકો કલેક્ટર કચેરી આવેદન પત્ર આપીને વિરોધ નોધાવી રહ્યા છે,,
જેમાં ગાંધીનગરમાં પણ યુવાનોએ ઇચ્છા મૃત્યુની માગ સાથે આવેદન પત્ર આપ્યુછે,,
માલધારી સમાજની માનીએ તો સરકાર લાયસંસ લાવવા માટે જે કાયદો લાવવા જઇ રહી છે તે કાળો કાયદો છે, આનાથી
માલાધારી સમાજને વ્યાપક નુકશાન થશે, હાલ પશુ પાલકો આના ઉપર પરિવારનો ગુજરાન ચલાવે છે,
ત્યારે આ કાયદાથી મોટુ નુકશાન થશે,,
સાથે માલધારી સમાજના આ વિરોધને સેરથા મંદિરમાં મહંત પણ સમર્થન આપી રહ્યા છે
ચિમકી અપાઇ છે કે જો આ કાયદો આવશે તો આગામી દિવસોામાં
માલધારી સમાજ એક થઇને ભાજપનો વિરોધ કરશે,