By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી
ગાંધીનગરગુજરાતહેલ્થ

ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી

Web Editor Panchat
Last updated: August 5, 2022 6:05 pm
Web Editor Panchat Published August 5, 2022
Share
SHARE

રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન થકી અંદાજે ૨૬ લાખથી વધુ સગર્ભા માતાઓ-બાળકો અને ૫૦ હજાર શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ ૧૨ જેટલા રોગોથી સુરક્ષિત કરાશે: આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ

Td 10 અને Td 16 રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન રાજ્યની શાળાઓમાં ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોનું રસીકરણ કરાશે
વિવિધ રોગો સામે રક્ષણ આપતી રસી સંપૂર્ણ સલામત
રાજ્યમાં ૧૦૦૦ જેટલી RBSK ટીમો દ્વારા સઘન રસીકરણ હાથ ધરાશે

રાજ્યવ્યાપી Td-10 વર્ષ અને Td-16 વર્ષ રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે ૨૬ લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે ૫૦ હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ ૧૨ જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે તેમ આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે Td-10 અને Td-16 રસીકરણ અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગુરૂફૂળ, સેકટર-૨૩, ગાંધીનગર ખાતેથી કરાવતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને ૧૨ જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા ૧૨ ઘાતક રોગો જેવાં કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવાં કે, ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે અંદાજીત ૧૩.૫૦ લાખ સગર્ભા માતાઓ અને ૧૩ લાખ એક વર્ષથી નાની વયના બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.
આ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઇ શક્યું નહતું. આ રસીકરણની ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૨માં રાજ્યની શાળાઓમાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવનાર છે. આ કામગીરી ઈન્જેકટેબલ રસીકરણ માટેનું એક વિશાળ આભિયાન સાબિત થશે, આ અભિયાનમાં ૧,૦૦૦ RBSK ટીમ દ્વારા અંદાજે ૫૦,૦૦૦ શાળાઓના અંદાજીત ૨૩ લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. ઉપરાંત, આ અભિયાનમાં રહી ગયેલા બાળકોને બીજા તબક્કા દરમિયાન મમતા સેશનમાં પણ આવરી લેવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા ટી.ડી. રસીકરણ માટેની માર્ગદર્શિકા ૨૦૧૯માં રજૂ કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે ૧૦ અને ૧૬ વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડીપ્થેરીયાની સામે રક્ષણ માટે TTની રસીની જગ્યાએ Tdની રસી આપવા માટે ભલામણ કરવામાં આવી છે. આ વેક્સીન હાલમાં ૧૩૦થી વધુ દેશોમાં સલામત રીતે આપવામાં આવી રહી છે તેમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે. ટી.ડી. રસી હાલમાં સરકારી તમામ શાળાઓ પર આપવામાં આવશે. આ ટી.ડી.ની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ. કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય.

આરોગ્ય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વેક્સિનેટેડ વિદ્યાર્થીઓને ‘‘Td વેક્સિનેશન કાર્ડ’’ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ આરોગ્ય વિભાગની Td10 અને Td16 રસીકરણની માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:health minister gujaratrushikesh patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?