Connect with us

સ્પોર્ટ્સ

IPL 2022: રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝ હૈદરાબાદ બન્નેની નજર જીતની શરૂઆત પર, જાણો બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ 11

Published

on

આજે બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચે ટક્કર જામશે. સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ બન્ને ટીમ IPLમાં વિજયી શરૂઆત કરવા પર નજર રાખશે. રાજસ્થાન રોયલ્સની બેટિંગ મોટેભાગે કેપ્ટન સંજુ સેમસનના પ્રદર્શન પર નિર્ભર રહે છે.

 

 

સેસમન દર વર્ષે એક કે બે મેચમાં સારૂ પ્રદર્શન કરે છે. પરંતુ જો રોયલ્સે તેનું બીજુ ટાઈટલ જીતવું હોય તો તેણે તેના પ્રદર્શનમાં સાતત્ય રાખવું પડશે. આનાથી સેમસનને આ વર્ષના અંતમાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની તક પણ મળશે.

Advertisement

જોસ બટલર અને દેવદત્ત પડિકલ રોયલ્સ માટે ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે. બટલર પડિક્કલ સાથે રોયલ્સને મજબૂત શરૂઆત અપાવી શકે છે. મિડલ ઓર્ડરમાં રોયલ્સ પાસે હેટમાયર, જેમ્સ નીશમ, રિયાન પરાગ અને રાસી વાન ડેર ડુસેન જેવા પાવર-હિટર પણ છે. તેમનું યોગદાન ટીમ માટે ઘણું મહત્વનું રહેશે.

 

આ સિવાય રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલની હાજરીમાં તેમની પાસે મજબૂત બોલિંગ યુનિટ પણ છે. આ બંનેનું પ્લેઈંગ ઈલેવનમાં રમવું નિશ્ચિત છે અને તેમની આઠ ઓવર નિર્ણાયક હશે. ફાસ્ટ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્ના અને નવદીપ સૈની હશે.

સનરાઈઝ હૈદરાબાદની વાત કરીએ તો કેપ્ટન વિલિયમસન તેમના બેટિંગ ક્રમમાં સૌથી અનુભવી બેટ્સમેન છે. ગ્લેન ફિલિપ્સ ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે જ્યારે મિડલ ઓર્ડરની જવાબદારી નિકોલસ પૂરન, પ્રિયમ ગર્ગ અને રાહુલ ત્રિપાઠી પર રહેશે. જો વિલિયમસન ત્રીજા નંબર પર ઉતરે છે તો રવિકુમાર સમર્થ ઓપનરની ભૂમિકા ભજવી શકે છે જ્યારે અબ્દુલ સમદ ફિનિશર હશે.

ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સના બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે પરંતુ તેમણે અને ઉમરાન મલિકે તેમના પ્રદર્શનમાં સાતત્ય રાખવાની જરૂર છે. ડાબોડી ફાસ્ટ બોલર ટી નટરાજન પુનરાગમન કરી રહ્યા છે અને તેમનો યોર્કર વિરોધી બેટ્સમેનો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સ્પિનરોમાં વોશિંગ્ટન સુંદર, શ્રેયસ ગોપાલ અને જે સુચિતની ભૂમિકા મહત્વની રહેશે.

Advertisement

 

બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન

હૈદરાબાદ માટે સંભવિત પ્લેઈંગઃ રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, કેન વિલિયમસન (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકીપર), અભિષેક શર્મા, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ઉમરાન મલિક, ટી નટરાજન.

રાજસ્થાનનો સંભવિત પ્લેઈંગઃ યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોસ બટલર (વિકેટકીપર), રિયાન પરાગ, જેમ્સ નીશમ, આર. અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

 

Advertisement

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

વોલીબોલ અને સૂરત  એક આદર્શ યાત્રા..

Published

on

વોલીબોલ અને સૂરત
એક આદર્શ યાત્રા..

૧૯૭૮ માં રાજ્ય કક્ષા એ…..સૂરત વોલીબોલ ની ટીમ પહેલા રાઉન્ડ માંજ હારી ગઈ હતી.

ત્યાર બાદ જુસ્સો એવો આવ્યો કે ૩૦ જેટલી મહીલા ખેલાડી ૩૫ જેટલા યુવા ખેલાડી રાષ્ટ્રીયકક્ષાએ પહોચી ગયા

સૂરત શહેર માં વોલીબોલ રમતની શરૂઆત આમ તો ઘણા વર્ષોથી થઈ હશે પરંતુ મારી જાણમાં છે ત્યા સુધી સને ૧૯૭૬ પહેલાં સુરતમા કોઇપણ જાતના વોલીબોલ મંડળો હતા નહી. અને તે સમય દરમિયાન શુટિંગ વોલીબોલ રમાતુ હતુ. . ખરેખર શિસ્ટેમિટીક વોલીબોલ રમતની શરૂઆત જ્યારે સરકારની રમત પ્રશિક્ષણ કેંદ્રની કચેરીની શરૂઆત ૧૯૭૭ થી થઇ. સરકારશ્રી તરફથી વિવિધ રમતોના પ્રશિક્ષકોની ( કોચ) ની નિમણુંક થઇ અને વોલીબોલ કોચ કરણસિંહ ચાવડા ની પણ નિમણૂક અત્રે સૂરત થઇ ચાવડા સાહેબે ખુબજ ખંતથી વોલીબોલ રમતના વિકાસ માટે ખેલાડીઓની પસદંગી કરી ટી એન્ડ.ટી.વી. સાર્વજનિક હાઇ સ્કૂલ નાનપુરા ખાતે રમત ગમતના ગોડ ફાધર જયંત શુક્લા સાહેબ ના સંકલનમા રહી. પ્રશિક્ષણો યોજવાનું ચાલુ કર્યુ.
સુરતમા વોલીબોલ રમતની શરૂઆત થઇ. કોચ મળવાથી ખેલાડીઓમા પણ ખુબજ ઉત્સાહ હતો. ખેલાડીઓ તરફથી પણ ખુબજ સારો રિસ્પોન્સ મળ્યો. જેના પ્રતાપે સુરત જિલ્લાની શાળાકીય વોલીબોલ ભાઇઓની તથા બહેનોની ટીમો ઉભી થઇ ૧૯૭૮ મા રાજ્યકક્ષાએ ટીમો પહેલા રાઉન્ડમાજ હારી ગઇ. પરંતુ ખેલાડી તથા કોચના ઉત્સાહથી ખુબજ સારી રીતે ટ્રેનીગં ચાલતી હતી. ત્યાર બાદ ૧૯૭૯ મા ટીમોએ ભાગ લીધો અને ૨૫ વર્ષથી રમાતી શાળાકીય સ્પર્ધામાં ખેલાડીઓ દ્નારા ખુબજ સારુ પ્રદર્શન કરવાના હિસાબે પ્રથમ વાર સુરતની ટીમ વિજેતા થઇ , પ્રથમ સ્થાન પ્રાપ્ત ક્ર્યુ જેના હિસાબે રાજયની ટીમમાં ૧. શ્રી દિપક ગવર ૨.અશોક રાજપુત ૩. એહમદ શેખ ની પસંદગી થઇ રાષ્ટકક્ષાએ આસામ ગોહાટી ખાતે ભાગ લીધો. સાથે સાથે સુરતમાં વોલીબોલ એસોસીએશન ની સ્થાપના થઇ. તેથી રાજ્યમાં રમાતી એસોસીએશન ની સ્પર્ધામા પણ સુરતના ખેલાડીઓ પણ સારો દેખાવ પણ લાગ્યા . જેના હિસાબે પ્રથમવાર સુરતમાંથી  ગણેશ સવાણીની સિનિયરની રાજ્યની ટીમમાં પસંદગી થઇ. વિવિધ એજ ગ્રુપમાં ટીમોના રીજસ્ટ આપવા લાગ્યા. જેના હિસાબે દર વર્ષે વધારે પ્રમાણમાં ખેલાડીઓની પસદંગી રાજ્યની ટીમમાં થવા લાગી. એક સમય એવો આવ્યો કે ચાર એજ ગ્રુપમાં ભાગ લીધો અને ચારે એજ ગ્રુપમાં ભાઇઓ બહેનોની ટીમો વિજેતા થઇ જેના હિસાબે.(૧) અહેમદ શેખ (૨.) ચંદ્નકાન્ત પવાર (૩.) રવિંદ્ર શિન્દે (૪.) કિશન પટેલ (૫. ) મનીષ નાયક (૬. )પરેશ ઘંટીવાલા (૭. )મુકેશ ઘંટીવાલા (૮.) અશ્વિન મહુધાગરાની વિવિધ ટીમોમાં રાષ્ટ્ર્કક્ષા માટે પસંદગી થઇ. તથા બહેનોના વિભાગમાં (૧.) સોનલ એંજીનીયર (૨. )દક્ષા શાહ( ૩. ) ઇલાક્ષી મૈસુરીયા( ૪.) નિલમ ગીલીટવાલા( ૫. ) વંદના સાવંત ની પસંદગી થઇ. ત્યારબાદ તો રાજ્યમાં દરેક વખતે રાજયની ટીમમાં ૧૦ થી ૧૨ વર્ષ બહેનોની ટીમો તો સાત ચેમ્પીયન રહી. અને લગભગ એ સમયે ૨૫ થી ૩૦ ખેલાડી બહેનો અને ૩૦ થી ૩૫ ખેલાડી ભાઇઓ રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધો ૧૯૮૦ થી ૧૯૯૦ નો ગાળો સુરતનો વોલીબોલ રમતનો સુર્વણ કાળ કહી શકાય.

Advertisement

એ સમય દરમિયાન  ચાવડા સાહેબની પણ અન્ય સ્થળે ટ્રાન્સફર થઇ. ખેલાડીઓમા પણ ઉત્સાહ ઓછો થતો ગયો. ઘણા બધા ખેલાડી સિનિયરની રાજ્યની ટીમમા પણ પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમવા ગયા. જેમાં સિનિયર ભાઇઓની ટીમમાં (૧. )ગણેશ સવાણી (૨. ) દિપક ધિવર (૩.) અશોક રાજપુત( ૪.) એહમદ શેખ (૫.) ચંદ્રકાંત પવાર (૬) ધવલ યોયોવાલા (૭. ) મનીષ નાયક જેવા ખેલાડીઓ તથા બહેનોની પણ સિનિયરની ટીમમા એક સાથે ૭ બહેનોની પસંદગી થઇ એ સુરતમાં ખુબજ ગૌરવની વાત હતી. ત્યારબાદ ૧૯૯૦ થી કોઇપણ કોચ સુરત ખાતે ન હોવાથી સુરત વોલીબોલ નો ઉત્સાહ ઘટવા માંડ્યો.
શ્રી જયંત શુક્લા સાહેબની પ્રેરણાથી એહમદ શેખને શ્રી શુક્લા સાહેબે એન.આઇ.એસ ની પદવી માટે પટીયાલા મોક્લયા અને શ્રી શેખ એન.આઇ.એસ. કોચ બની તે પરત આવ્યા બાદ કોચ તરીકે સરકારી સેવામાં જોડાયા અને પ્રથમ પોસ્ટીંગ ભુજ થયુ. સુરતની વ્યકિતને ભુજમા પોસ્ટીંગ આપ્યુ પરંતુ સુરતના શ્રી શેખ ખુબજ મહેનત શરૂ કરી અને ભુજ માંથી કુ. કેના ધોળકીયા નામની ખેલાડી જેઓ ભારતની ટીમમાં પસંદગી પામી અને ભારતની ટીમના કેપ્ટન તરીકે જુનિયર એશિયન ચેમ્પીયનશીપમાં ભાગ લીધો જે ગુજરાતન ઇતિહાસમાં પ્રથમ મહીલા ખેલાડી હતી. જેમણે ગુજરાતનું નામ રાષ્ટ્રમાં રોશન કર્યુ. ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીનો કાળ સુરત માતે અંત્યત ખરાબ સમય હતો.
૨૦૦૨ પછી ફરીથી સુરતમાં વિવિધ શાળાઓમાં સારૂ કામ શરૂ થયુ અને ફરીથી સુરત પહેલાની જેમ એજ્ગ્રુપ અને સિનિયર ગ્રુપમાં સારૂ પ્રદર્શન કરવા લાગ્યા . પહેલાની જેમ ફરીથી સુરતમાંથી ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રાફડાની જેમ પસંદ થવા લાગ્યા . જેમાં સિનિયર માં શ્રી જય એન. પટેલ સતત સાત વાર સિનિયરની ટીમના પસંદગી પામ્યા. (૧) શ્રી રેવા ભરવાડ (૨) રોમીત બુનકી (૩) રાજ બુનકી (૪) મેહુલ ગાંધી (હાલમાં પ્રાધ્યાઓઅક, સાબરગામ કોલેજ).( ૫) અંકુર ગાંધી ૬) સુહાસ ગની વાલા (હાલમાં ગુજરાત પોસ્ટલમાં નોકરી) (૭) નિરવ કાકોરીયા. (પોસ્ટલ) તમામ ખેલાડીઓ એજ ગ્રુપ તથા સિનિયરમાં પસંદગી પામી રાષ્ટ્રકક્ષાએ રમ્યા હતા. જે થી લગભગ ૨૦૧૪ સુધીનો કાળ પણ સુરત માટે ખુબજ સરસ રમ્યા.
હાલમાં સુરત ખાતે વોલીબોલની રમતમાં ઉત્સાહ ખુબજ ઓછો હોય એમ લાગે છે કારણ કે ઘણી વાર સુરતની ટીમો રાજયકક્ષાએ ગેર હાજર જણાય હોય છે. સુરત શહેર માંથી હાલમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ખેલાડી સુરત માંથી રાષ્ટ્રકક્ષાએ પસંદગી પામ્યા નથી જે સુરત માટે સત્વંત દુખની વાત છે.
ગત વર્ષે ભીમપોર નો એક ખેલાડી સમર્થ પટેલ જેઓ નડીયાદ વોલીબોલ એકેડેમીમાં હતા અને એમણે ભારતની યુથની ટીમ માંથી પસંદગી પામી આંતર રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ સુરતનાં ખેલાડી તરીકે નામ રોશન કર્યુ છે. જેઓ ગુજરાત માંથી પ્રથમ આંતર રાષ્ટ્રીય ખેલાડી બન્યો છે.
છતાં હાલમાં સુરત શહેરમાં વોલીબોલ ઓછુ રમાતુ હોય એમ લાગે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જેમકે ભીમપોર, ડુમસ તથા નવસારીના કાંઠા વિસ્તારમાં વોલીબોલ ખુબ સારા પ્રમાણમાં રમાતુ જોવા મળે છે. જેથી જો સુરત શહેરમાં પણ જો એસોસીએશન દ્વારા વધુ સ્પર્ધાઓ કે કેમ્પનાં આયોજન કરવામાં આવે તો ચોક્કસ પણે સુરત ફરીથી વોલીબોલની રમતમાં સોનાની મુરત બની શકે. વધુમાં જણાવવાનું કે હાલમાં રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો સુવર્ણ કાળ બહેનો તથા ભાઇઓ બન્ને વિભાગમાં છે. ગુજરાતનું રાષ્ટ્રકક્ષાએ ખુબજ સારુ પ્રદર્શન છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૨ થી ૧૫ ખેલાડીઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ રમ્યા છે. જેમાથી સમર્થ પટેલ જે સુરત ભીમપોરનાં ખેલાડી છે ખરેખર સૌએ સાથે મળી સુરતને ફરીથી ઉભુ કરવાની જરુર છે. ખાસ કરીને વોલીબોલ એસોસીએશને ધ્યાન આપવાની જરુર છે. જે એસોસીએશન દ્વારા જો ફરીથી કામ શરુ કરવામાં આવે તો ચોક્કસ પણે સુરત પહેલાની જેમજ ઝળકી શકે.(વોલીબોલ કોચ

Continue Reading

ગાંધીનગર

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની ઘુંટણ ની સર્જરી કરાઈ

Published

on

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની ઘુંટણ ની સર્જરી કરાઈ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતાં એશિયા કપમાંથી અને ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. જાડેજાએ પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને ભારતને જીત અપાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે, મેચ બાદ સમાચાર આવ્યા હતા કે જાડેજાને ઘૂંટણાં ઈજા થઈ હતી અને તે હવે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે હવે રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈંસ્ટા પેજ પર પોતાના ઘૂંટણની સર્જરી અંગે જાણકારી આપી છે.

આજે રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા ના માધ્યમ થી ઈંસ્ટાગ્રામ પર પોતાના બે ફોટો શેર કર્યા હતા. આ ફોટોના કેપ્શનમાં રવિન્દ્ર જાડેજાએ લખ્યું છે કે ”સર્જરી સફળ રહી છે. ઘણા લોકો છે જેમના સમર્થન અને સહયોગ માટે આભાર માનવો છે. BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો, ડૉક્ટર્સ અને ચાહકો બધાનો આભાર. હું જલ્દી જ મારું રિહેબ શરૂ કરીશ અને બને એટલી જલ્દી ક્રિકેટમાં પાછા ફરવાનો પ્રયત્ન કરીશ. તમારી શુભેચ્છાઓ માટે દરેકનો આભાર.”

Advertisement
Continue Reading

અમદાવાદ

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે

Published

on

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તા. ૪થી સપ્ટેમ્બર, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા ખાતે ભવ્ય સમારોહમાં ૩૬ મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ કરશે
———————–
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ યોજાશે
————————-
ગુજરાતના પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે : ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે
—————————
રવિવાર, તા. ૪ થી સપ્ટેમ્બરે સાંજે ૬.૦૦ કલાકે ટ્રાન્સસ્ટેડીયામાં ભવ્ય રંગારંગ સમારોહનું આયોજન
—————————–

અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે, તા. ૪થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

‘રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણી’ની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬ મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦,૦૦૦ જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. ૩૬મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે ૬.૦૦ કલાકે યોજાશે.

ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.

Advertisement

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ મી માર્ચ,૨૦૨૨ ના રોજ ૧૧મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને ₹ ૩૦ કરોડના ઇનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા ૧૧મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.

Advertisement
Continue Reading

Trending